વંદે ભારત ટ્રેનને કોનું ગ્રહણ લાગ્યું?:દિલ્હી-હાવરા એક્સપ્રેસ ટ્રેક પર દોડતી ટ્રેનની બ્રેક જામ થઈ ગઈ, મુસાફરોને શતાબ્દી એક્સપ્રેસમાં શિફ્ટ કરાયા 

Views: 165
1 0
Spread the love

Read Time:2 Minute, 32 Second

દિલ્હી-હાવરા ટ્રેક પર દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક ખરાબ આવી ગઈ હતી. ખુર્જા રેલવે જંક્શન મોટર સીઝ થવાને કારણે ટ્રેનની બ્રેક જામ થઈ ગઈ હતી. એ પછી મુસાફરોને શતાબ્દી એક્સપ્રેસમાં શિફ્ટ કરાયા હતા. ટ્રેનમાં ખરાબી આવવાને કારણે અંદાજે 4 કલાક ટ્રેન મોડી થઈ હતી.

ઉત્તર મધ્ય રેલવેના દનકૌર અને વૈર સ્ટેશનની વચ્ચે C-8 કોચના ટ્રેક્શન મોટરમાં બેટરિંગ ડિફેક્ટના કારણે વંદે ભારત ટ્રેન ફેલ થઈ ગઈ હતી. NCR ટીમની મદદથી બ્રેકને ઠીક કરવામાં આવી હતી. જોકે 80 મિમીના એક ફ્લેટ ટાયરને કારણે ટ્રેનને ખુર્જા સુધી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે લઈ આવવામાં આવી હતી. નવી દિલ્હી રેલવે સ્ટેશનથી 10:45 વાગે રવાના થયેલી આ ટ્રેન ખુર્જા જંક્શન પહોંચી હતી અને ત્યાંથી મુસાફરોને શતાબ્દી એક્સપ્રેસમાં શિફ્ટ કર્યા હતા.

એડીઆરએમ ઓપી દિલ્હીની અધ્યક્ષતામાં એનઆર અને એનસીઆરના 6 અધિકારીની એક સંયુક્ત ટીમ હાલ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે. આ અગાઉ હાલમાં જ અમદાવાદ અને આણંદ પાસે વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો.

સતત બે દિવસ અથડાઈ હતી ટ્રેન
સતત બે દિવસ ગુજરાતમાં આ ટ્રેનને બેવાર પશુ અથડાયાં હતાં અને અકસ્માત નડ્યો હતો. એમાં ગુરુવારે અમદાવાદના વટવા પાસે ટ્રેનને બે ભેંસ અથડાઇ હતી અને એના આગળના ભાગે નુકસાન થયું હતું. ત્યાર બાદ શુક્રવારે ફરી આણંદના કણજરી પાસે ગાય અથડાઇ હતી, જેથી ટ્રેનમાં બેસેલા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા.
હાલ 3 રૂટમાં ચાલે છે વંદે ભારત ટ્રેન
દેશમાં હાલ ત્રણ વંદે ભારત ટ્રેન ટ્રેક પર દોડી રહી છે, જેમાં પહેલા દિલ્હી-વારાણસી, નવી દિલ્હી-માતા વૈષ્ણોદેવી અને ત્રીજી ગાંધીનગર- મુંબઈ સુધીની ટ્રેન ચાલી રહી છે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed